
શ્રી સિધ્ધીવિનાયક ભજન મંડળ
સંકલનઃ ધર્મેશ પટેલ (કલીયારી)
ધુન-૧
વાલો મારો યમુના ને કાંઠે (૨) રમે સૌ ગોવાળો સાથે
રમતા દડો પડીયો જળ માં (૨) કાળીનાગ નાથીયો એક પળ માં
નાગણ પાયે તો લાગે (૨) પ્રભુજી થૈ થૈ થૈ નચે
પ્રભુજી મુકો અમારો નાથ (૨) અમેં તો ઓળખીયા ભગવાન
ધુન-૨
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
હાલો ને જોવા જઇએ મોરલી વાગી રે, રાજાના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર
પીતળિયા પલાણ રે, મોરલી વાગી રે, રાજાના કુંવર
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર
દસેય આંગળીએ વેઢ રે, મોરલી વાગી રે, રાજાના કુંવર
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર
કિનખાબી સુરવાળ રે, મોરલી વાગી રે, રાજાના કુંવર
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે, મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જઇએ મોરલી વાગી રે, રાજાના કુંવર
ધુન-૩
હાંરે… રથ ફેરો ગોકુળ રથ વાળા રે
હાંરે… તમે નંદ જશોદા ના લાલા રે…. રથ ફેરો ગોકુળ રથ વાળા રે
ગંગાજી છલકે ને યમુનાજી છલકે
છલકે છલકે નદીઓને નાળાં રે…. રથ ફેરો ગોકુળ રથ વાળા રે
ગાયો રે તલપે ને વાછરડું રે તલપે
તલપે તલપે ગોપી ને ગોવાળા રે….. રથ ફેરો ગોકુળ રથ વાળા રે
ચાંદો રે ચમકે ને સુરજ ચમકે
ચમકે ચમકે નવલખ તારા રે….. રથ ફેરો ગોકુળ રથ વાળા રે
ધુન-૪
ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ઝુલાવે ગોકુળ ની ગોપી રે… ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ગોપાલ તને રમકડા આલુ રે
ગોપાલ તને માખણિયું વહાલું રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે… ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
કે નાના નાના ડગલીયાં રે ભરાવું
ગોપાલ તને આંગણીયા માં નચાવું….. ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ગોપાલ તને ચાંદની રાત રમાડે
કે હાથ માં ઘુઘરડો રે વગાડે
પરોઢિયે આવી ને જગાડે…. ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ગોપાલ તને મોરપીચ્છ મુકુટ પહેરાવું
કે તારે કેડે કંદોરો પહેરાવું
ગોપાલ તને સોના ને પારણે ઝુલાવું…. ગોપાલ મરો પારણીયે ઝુલે રે
ધુન-૫
કાને કુંડળ, માથે મુંગટ, યશોદા નો લાલો, મોરલીવાળો
પુંજા કરવા ગઇતી, કાનુંડા એ જોઇતી
થાળ મારો ચોરી ગયો, યશોદા નો લાલો, મોરલીવાળો
પાણી ભરવા ગઇતી, કાનુંડા એ જોઇતી
મટુકી મારી ચોરી ગયો, યશોદા નો લાલો, મોરલીવાળો
ગાય દોહવા ગઇતી, કાનુંડા એ જોઇતી
વાછરડું મારું ચોરી ગયો, યશોદા નો લાલો, મોરલીવાળો
રાસ રમવા ગઇતી, કાનુંડા એ જોઇતી
વચ્ચે આવી થૈ થૈ નાચ્યો, યશોદા નો લાલો, મોરલીવાળો
ધુન-૬
મોરલી વાલે, મોરલી બજા, પ્યારી રાધા બોલાવે છે આ,
હું નાચું તું નચા….આ….આ…
યમુના ને કાંઠે, ગોવાળો ની સાથે, કાનુડો રાસ રમાડે
રાસ રમાડી, ગાયો ચરાવી, રાધાના મન ને ડોલવે
હે… રાસ રમાડી… ગાયો ચરાવી…. પ્યારી રાધા ને બોલાવે….. મોરલી વાલે……
ગોકુળ ની ગલી માં, ગોવાળો ની સાથે, ગોપીની મટુકી ફોડાવે
યશોદા નો જાયો, નંદજી નો લાલો, ગોરસડા ખાવાને આવે
હે….ગોરસડા ખાવે, મટુકી ફોડાવે….. પ્યારી રાધા ને બોલાવે….. મોરલી વાલ…...
ધુન-૭
હે મને રામ રામ ભજવા દે
મને અયોધ્યા નગરી માં જવા દે… હે મને રામ રામ…
હે ક્રિશ્ર્ના ક્રિશ્ર્ના ભજવા દે
મને ગોકુળ ની ગલીઓમાં જવા દે… હે મને રામ રામ…
મને સાંઇરામ સાંઇરામ ભજવા દે
મને શિરડી ની ગલીઓમાં જવા દે… હે મને રામ રામ…
મને શિવ શિવ ભજવા દે
મને કૈલાશ ધામે જવા દે… હે મને રામ રામ ……..
ધુન-૮
બાસુંરી બાસુંરી બોલે તારી, દુર દુર થી (૨)
મારા દિલમાં ડંકો વાગે……., ચિત્ત મારૂં ડોલે,
તુજકો નિહાળી દુઃખ, ભૂલું ગિરધારી…. બાસુંરી બાસુંરી બોલે…..
આંખ ના પલકારા માં તારો ઇશારો છે, મારા આ જીવન નો તું તો સહારો છે
હે… તારો મારો કેવો આ સથવારો છે, હું છું તારી રાધા, શ્યામ તું મારો છે
મારા દિલમાં ડંકો વાગે……., ચિત્ત મારૂં ડોલે
તુજકો નિહાળી દુઃખ, ભૂલું ગિરધારી…. બાસુંરી બાસુંરી બોલે……………
કામણગારા કાના, કામણ તેં કીધું, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધું
અરે, થોડા સમયમાં, એવું તો તેં શું કીધું, ભાન ભુલીને દિલડું, મેં તો દઇ દીધું
મારા દિલમાં ડંકો વાગે……., ચિત્ત મારૂં ડોલે
તુજકો નિહાળી દુઃખ, ભૂલું ગિરધારી…. બાસુંરી બાસુંરી બોલે……………
ધુન-૯
ઝુલે નંદલાલા, ઝુલે નંદલાલા, કદમ ની ડાળે ઝુલે નંદલાલા
બંસી બજાવે, પ્યારી પ્યારી નંદલાલા, કદમ ની ડાળે ઝુલે નંદલાલા
રાસ રચાવે, વનરાવન માં નંદલાલા, કદમ ની ડાળે ઝુલે નંદલાલા
માખણ ચોરાવે, ગોકુળિયા માં નંદલાલા, કદમ ની ડાળે ઝુલે નંદલાલા
ઘેલી બનાવે રાધિકા ને નંદલાલા, કદમ ની ડાળે ઝુલે નંદલાલા
ધુન-૧૦
છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો, મદન ગોપાલ
આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ
બીચ મેં મેરો મદન ગોપાલ….. છોટી છોટી ગૈયા……
કાલી કાલી ગૈયા, ગોરે ગોરે ગ્વાલ
શ્યામ વરન મેરો મદન ગોપાલ….. છોટી છોટી ગૈયા……
ઘાંસ ખાવે ગૈયા, દુધ પીવે ગ્વાલ
માખન ખાવે મેરો મદન ગોપાલ…. છોટી છોટી ગૈયા……
ધુન-૧૧
હેરે કનૈયા……………. કિસકો કહેગા તું મૈયા……………..
જીસને તુજકો જનમ દિયા કે, જીસને તુજકો પાલા… કનૈયા…. કિસકો કહેગા ……
માની માનતાએ ઔર દેવી દેવ પૂંજે, પીડ સહી દેવકીને
દુધમેં નહેલાને કા, ગોદ મેં ખિલાનેકા, સુખ પાયા યશોદાજીને
એકને તુજકો જીવન દિયા રે, એકને જીવન સંભાલા… કનૈયા….કિસકો કહેગા……
મરને ડર સે, ભેજ દિયા ઘર સે, દેવકીને રે ગોકુલ મેં
બિના દિયે જનમ, યશોદા બની માતા, તુજકો છુપાયા આંચલમેં
એકને તનકો રૂપ દિયા રે, એકને મનકો ધાલા…… કનૈયા…. કિસકો કહેગા …….
હેરે કનૈયા……………. કિસકો કહેગા તું મૈયા……………..
ધુન-૧૨
મળવાને મનડું મુંઝાયે, મોહન મારે મંદિરે આવો (૨)
હો…… આસોપાલવ નાં, તોરણ બંધાવું (૨)
હારો ને કલગી ગુંથાવું, મોહન મારે મંદિરે આવો (૨)
હો…… લીલા પીળા રંગના વાંસ વઢાવું (૨)
એનો રૂડો મંડપ બનાવું, મોહન મારે મંદિરે આવો (૨)
હો…….કંકુ કેસર ના, સાંથિયા પુરાવું (૨)
સિંદુરની ઓકરી પડાવું, મોહન મારે મંદિરે આવો (૨)
હો…….ગંગા જમુનાના, જળ ભરી લાવું (૨)
પ્રભુજી ના પગ પખાળું, મોહન મારે મંદિરે આવો (૨)
તારી ભકિત બોડાણાને ભાવિ રે રણછોડ રંગીલા
જમણા હાથે તેં તુલસી વાવી રે રણછોડ રંગીલા
તમે દ્રારિકા થી આવ્યા નાસી રે રણછોડ રંગીલા
તમે ડાકોર ને કીધું કાશી રે રણછોડ રંગીલા
તમે ડાકોરના દેરામાં ઉભા રે રણછોડ રંગીલા
કડવા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા
સવા વાલ થયા વનમાળી રે રણછોડ રંગીલા
તમે ગૌમતીમાં જઇ સંતાયા રે રણછોડ રંગીલા
ધન્ય ધન્ય બોદાણાની ભકિત રે રણછોડ રંગીલા
ધુન-૧૪
કાના મેરા ઝુલ રે, મોહન મેરા ઝુલ રે, ઝુલણા ઝુલાવે રે યશોમતિ મૈયા(૨)
રેશમ ની દોરી ઝુલાવે રાધા ગૌરી, પ્રેમ થી ઝુલાવે રે યશોમતિ મૈયા(૨)
કાના મેરા ઝુલ રે, મોહન મેરા ઝુલ રે, ઝુલણા ઝુલાવે રે યશોમતિ મૈયા(૨)
ધુન-૧૫
કનૈયા લે (૨) મધુરી મોરલી તારી
રડેલા ને હસાવે છે, હસેલા ને રડાવે છે
ભુલેલા ને સ્મરણ તારું, સુપંથે દોરનારું છે
કનૈયા લે (૨) મધુરી મોરલી તારી
ધુન-૧૬
વા વાયા ને વાદળ ઉમતિયા
ગોકુળ માં ટહુંકિયા મોર, મળવા આવો સુન્દરવર શામળિયા
હે… તમે મળવા તે ના આવો શા માટે?
હે… ના આવો તો નંદજી ની આણ, મળવા આવો સુન્દરવર શામળિયા
હે... તમે ગોકુળમાં ગૌધન ચારતા હતા
હે… તમે છો રે સદાયે ના ચોર, મળવા આવો સુન્દરવર શામળિયા
હે… તમે વનમાં તે વાંસળી વગાડતા હતા
હે… તમે ગોપીઓના ચિત્તના ચોર, મળવા આવો સુન્દરવર શામળિયા
ધુન-૧૭
રાધા ઢુંઢ રહી હૈ, કિસી ને મેરા શ્યામ દેખા
રાધા તેરા શ્યામ હમને ગોકુલમેં દેખા
ગાયો ચરાતે હુવે, કિસી ને મેરા શ્યામ દેખા... રાધા ઢુંઢ….
રાધા તેરા શ્યામ હમને વૃદાવનમેં દેખા
રાસ રચાતે હુવે, કિસી ને મેરા શ્યામ દેખા… રાધા ઢુંઢ….
રાધા તેરા શ્યામ હમને મથુરામેં દેખા
રાધે રાધે જપતે હુવે, કિસી ને મેરા શ્યામ દેખા… રાધા ઢુંઢ…..
ધુન-૧૮
નાંખેલી પ્રેમ ની દોરી ગળામાં વાલે…………નાંખેલી પ્રેમ ની દોરી……………
સોનાનું બેડલું…………………….રૂપાની ઓઢણી…………….
પાણીલા ભરે રાધા ગૌરી ગળામાં વાલે………નાંખેલી પ્રેમ ની દોરી……………
વૃંદાવન રે વાલો………………….ગાયો ચરાવે………………..
વાંસળી વગાડી ગાય ને ઘેરી ગળામાં વાલે… નાંખેલી પ્રેમ ની દોરી……………
લાલ લંગોટીને……………………તુલસીની માળા…………..
માથે મુકુટ મોરપીચ્છનો ગળામાં વાલે…………નાંખેલી પ્રેમ ની દોરી…………..
ઝાંઝ પખાલ ને……………………હાથમાં છે વાંજા…………..
તુલસીની પુંજા એણે કીધી ગળામાં વાલે………નાંખેલી પ્રેમ ની દોરી………….
આકાશે વીજળી……………………ચમકારા મારતી………..
મેઘ રે વરસે મુશળધાર રે ગળામાં વાલે………નાંખેલી પ્રેમ ની દોરી…………
ધુન-૧૯
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
નરસિંહ મેહતાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
મીરાબાઇએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
ધુન-૨૦
નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય
મહા કાલેશ્વરાય, શિવ કાલેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ સોમેશ્વરાય, શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ ભદ્રેશ્વરાય શિવ ભદ્રેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ યોગેશ્વરાય શિવ યોગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ મંગલેશ્વરાય શિવ મંગલેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ કામેશ્વરાય શિવ કામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ઓમ રૂદ્રેશ્વરાય શિવ રૂદ્રેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય
ધુન-૨૧
ઉતારું આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
ઝીણે ઝીણે મોટીડે ને ચોખલડે વધાવો રે….. ઉતારું આરતી…..
ઉતારું આરતી શ્રી શિવજી ઘરે આવ્યા
ઝીણે ઝીણે મોટીડે ને ચોખલડે વધાવો રે….. ઉતારું આરતી…..
ઉતારું આરતી શ્રી સાંઇનાથ ઘરે આવ્યા
ઝીણે ઝીણે મોટીડે ને ચોખલડે વધાવો રે….. ઉતારું આરતી…..
ધુન-૨૨
પારણા માં ઝુલે નંદલાલ કનૈયો મારો પારણામાં ઝુલે
સોનાનું પારણું ને, હિરલાની દોરી
યશોદા ઝુલાવે નંદલાલ કનૈયો મારો પારણામાં ઝુલે
ધુન-૨૩
દોડી દોડી આવે મારો કુંવર કનૈયો
મટૂકી ફોડી માખણ ખાવે કુંવર કનૈયો
રાસ રચાવે મારો કુંવર કનૈયો
દોડી દોડી આવે મારો કુંવર કનૈયો
વનરાવનમાં ગાયો ચારે કુંવર કનૈયો
બંસી બજાવે મારો કુંવર કનૈયો
ધુન-૨૪
જોને પેલી રાધા કેવી રૂપાડી,
કનૈયાની ઘરવાળી રે, કનૈયાની ઘરવાળી રૂપાડી
એને નાકે નખણી સોહે
એને કાને કુંડળ સોહે
કનૈયાની ઘરવાળી રે, કનૈયાની ઘરવાળી રૂપાડી
એને પગે ઝાંઝર સોહે
એને હાથે કંકણ સોહે
કનૈયાની ઘરવાળી રે, કનૈયાની ઘરવાળી રૂપાડી
ધુન-૨૫
બજરંગી હનુંમાન બજરંગી
રામ સીતાના સેવાના સંગી… હનુંમાન બજરંગી
બજરંગી હનુંમાન બજરંગી
ધુન-૨૬
ઓમ પરમાત્મા જરા બોલ એમાં કલ્યાણ છે
એમાં કલ્યાણ છે તારૂ ને મારૂં
મુખે થી ક્રિશ્ના ક્રિશ્ના બોલ એમા કલ્યાણ છે
એમાં કલ્યાણ છે તારૂ ને મારૂં
મુખે થી શંભુ શંભુ બોલ એમા કલ્યાણ છે
ધુન-૨૭
ટૂંકુ ટચુકડું નામ રામ રામ રામ બોલો
એતો અંતરમાં આપશે આરામ, રામ રામ રામ બોલો
ટૂંકુ ટચુકડું નામ રામ રામ રામ બોલો
એતો કરશે બેડો પાર, રામ રામ રામ બોલો
ધુન-૨૮
હર હર શંભુ ભોળા, તારી ધુન લાગી
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી
પાર્વતીના પ્યારા, તારી ધુન લાગી
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી
ગણેશજી ના પિતા, તારી ધુન લાગી
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી
સૃષ્ટિ ના રખવાલા, તારી ધુન લાગી
તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી
ભક્તોના દુલારા, તારી ધુન લાગી
ધુન-૨૯
ચોરી ચોરી માખન ખા ગયો રે યશોદા કે લલનવા
સબકે મનકો લુભા ગયો રે યશોદા કે લલનવા
મૈને ઉસસે પૂછા કે નામ તેરા ક્યા હૈ
કિશન કનૈયા બતા ગયો રે યશોદા કે લલનવા
મૈને ઉસસે પૂછા કે ખાના તેરા ક્યા હૈ
માખન મીસરી બતા ગયો રે યશોદા કે લલનવા
મૈને ઉસસે પૂછા કે ગાંવ તેરા ક્યા હૈ
ગોકુલ મથુરા બતા ગયો રે યશોદા કે લલનવા
મૈને ઉસસે પૂછા કે કામ તેરા ક્યા હૈ
ગાયો ચરાના બતા ગયો રે યશોદા કે લલનવા
મૈને ઉસસે પૂછા કે પ્યારા તુઝે કૌન હૈ
રાધારાની બતા ગયો રે યશોદા કે લલનવા
ધુન-૩૦
હે અષાઢની આકાશે ચમકે વીજળી રે લોલ,
ભીંજાઇ મારા મનડા, ભીંજાઇ ચુંદડી રે લોલ.
હે.. ઝીણા ઝીણા ઝરમર વરસે મેહુલા રે લોલ,
કેમ કરી હું આવું, દિવસ દોહ્યલા રે લોલ.
લોકોની લાજ શરમો આવે, કનુડો રમવા બોલાવે (૨)
વૃંદાવન વાંહળી વગાડે, કનુડો રમવા બોલાવે,
હે..હાલો સખીઓ જઈએ, ગોકુળ ગામમાં રે લોલ,
ઘેલા ઘેલા ફરીએ, એના ધામમાં રે લોલ.
હે..મુંખડું જોવા મનડુ તલસે બાંધમાં રે લોલ,
જીવલડો ઝલકે છે જોવા ધામમાં રે લોલ.
રાધા રૂપાડી દોડી આવે, કનુડો રમવા બોલાવે (૨)
વૃંદાવન વાંહળી વગાડે, કનુડો રમવા બોલાવે,
પુનમની ખીલી છે રૂડી ચાંદની રે લોલ,
આંગણીએ વરસે છે કાળી વાદળી રે લોલ.
રાસે રમવા રાધા થઈ ઉતાવળી રે લોલ,
ગોપીઓની સંગે થઈને આવતી રે લોલ.
રાધાને સાનમાં બોલાવે, કનુડો રમવા બોલાવે (૨)
વૃંદાવન વાંહળી વગાડે, કનુડો રમવા બોલાવે,
ધુન-૩૧
ડમ ડમ ડમ ડમ ડમરૂ બજે (૨) અરે સાંઇનાથ શિવ શંભુ ભજે (૨)
ઘન ઘન ઘન ઘન ઘંટા બજે (૨) અરે ગૌરી નાથ શિવ શંભુ ભજે
અરે સાંઇનાથ શિવ શંભુ ભજે
ડમ ડમ ડમ ડમ ડમરૂ બજે (૨) અરે સાંઇનાથ શિવ શંભુ ભજે (૨)
બમ બમ બમ બોલો, જય શિવ શંકર
ડમ ડમ ડમ ડમ ડમરૂ બજે (૨) અરે સાંઇનાથ શિવ શંભુ ભજે (૨)
સાંઇનાથ……………
સાખી
હે…….. ભકતો ની નાત જેવી બીજી કોઇ નાત નઈ,
ભજન ની રાત જેવી બીજી કોઇ રાત નઈ.
હે…….. સત્સંગ ના સંગ જેવો બીજો કોઇ સંગ નઈ,
ભકિત ના નાદ જેવો બીજો કોઇ નાદ નાઈ (૨)
હે…… બાઇ મીરાં ના, ગિરધર લાલા,
અમૃત કીધાંતા, ઝેર ના પ્યાલા.
હે…… નરસિંહ મેહતા ની, હુંડી સ્વીકારી,
વહેલા આવો ગિરધારી રે જીરે (૨)
હે…… મોરપીછાળા, શ્યામ છોગાળા,
ગોપી ગોવાળા, નંદલાલા.
દિન દયાળા, કૃષ્ણ કૃપાળા,
રુપ રસાળા મતવાલા.
હે……. ચિતડું ચોરી, મટુકી ફોડી,
ગયો ક્યાં દોડી, ગિરધારી.
મોરલી વગાડી, સૌને જગાડી,
ઘેલી બનાવી, ગિરધારી રે જી રે..(૨)
સાખી
હે………મેહુલો ગાજે, ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે, પાયે ઘૂઘરડી.
હે………તાલ પખાજ, વગાડે રે ગોપી,
વહાલો વગાડે, વેણુ વાંસલડી રે (૨)
હે………પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી
હે……….દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે, કોયલડી રે (૨)
હે……….ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
હે……….ધન્ય નરસૈયાની જીભલડીને,
ધન્ય નરસૈયા નો નાથ રે (૨)
સાખી
હે………. રિધ્ધી દે, સિધ્ધી દે, આઠ નવ નિધ્ધી દે,
વંશ મે વૃધ્ધિ દે દાસજાણી…………..(૨)
હેજી હૃદય મે જ્ઞાન, ચિત્તમે ધ્યાન દે,
અભય વરદાન દે દાસજાણી……….(૨)
હે……….. દુઃખ સબ દુર કરે, સુખ ભરપુર કરે,
આશ સબ પૂર્ણ કરે, દાસ જાણી……(૨)
હેજી સજ્જન સા હિત દે, કુંટુંબ મેં પ્રિત દે,
જગત મેં જીત દે મા ભવાની જીરે…(૨)
સંકલનઃ ધર્મેશ પટેલ (કલીયારી)
શ્રી સિધ્ધીવિનાયક ભજન મંડળ
કેનેડા
No comments:
Post a Comment